Monday, December 08, 2008

અહીં તો ભલભલા આવી ગયા

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને !

હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !

હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઊઠાવીને.

ઘણું જીવે, છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.

Thursday, May 01, 2008

મઝા અનેરી હોય છે

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.
એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે."

Tuesday, February 19, 2008

જીવનમા જસ નથી

જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી

ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો, કહુ કેમ કે તમે કઈક ખાસ છો;
લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા!
પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

જીવવુ પડે છ ...

ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે
કોઇ પુછે કેમ છે તો મજામા કહેવ પડે છે
દિલ મ થયા હજારો જખ્મો
છતા હસતા રહેવુ પડે છે
જીન્દગી એક નાટક છે
બરબાદ થઇ ને પન જીવવુ પડે છે ....