આ દુનિયામા હર કોઇને ગમતી વસતુ નથી મળતી.. મલવા ખાતર મલી જાય છે બધુ... મન ને શાતિ નથી મળતી.. કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે... પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી. જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી.. મનમા અવિરત તરવરતી હોય્ છે, એ આક્રુતિ નથી મળતી.. પ્રેમ મા મળી તો જતા હોય છે મન પણ, નસીબની રેખા નથી મળતી... ચાલી નીકળે છે બધા પ્રેમ ના માર્ગે પણ... દરેકને મન્જીલ નથી મળતી....
તારી સુવાસ અંગ થકી ઓસરી નથી, આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી. ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા ? મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી. આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં, આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી. સમણું છે એ કહો છો, તો માની લઇશ હું, મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી. એને કશું ન કહેશો ભલા, એનો વાંક ક્યાં ? એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
Comments