ચા દાળ અને સાસુ
“ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુ બગડી એની જિંદગી બગડી.”
આ ત્રણેયમાં ચકાચૌંધ કરીદે એવું સામ્યછે,
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે!
ઊકળવું એજ એમનો સંદેશ.
ઊકળે નહિ ત્યાં સુધી જામેય નહિ.
પરફોર્મન્સજના આપે.
ઊકળેતોજ પરસનાલીટીમાં નિખાર આવે.
નિખાર એટલે કેવો?
ચા ઊકળે તો લાલ થાય,
દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો...
લાલપીળી થાય! (આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી!)
એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે, ત્રીજી જિંદગી બગાડે.
ચા ની ચૂસકી,
દાળનો સબડકો અને સાસુનો ફડકો!
આ ત્રણનું કોમ્બીનેશન જુઓ!
ત્રણેય સ્ત્રી જાતિ,
અને સુધારવું–
બગાડવું કોના હાથમાં ! .
Comments