મહોબ્બત કરી નથી

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા ?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

સમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન કહેશો ભલા, એનો વાંક ક્યાં ?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

Comments

Pradip said…
Wahh Dilip..
Gud one..
અરે વાહ! તમે તો અદ્દલ હરીન્દ્ર દવે જેવું જ લખો છો!

Popular posts from this blog

WhatsApp for Web !!!

Don't be serious, be sincere (by Chetan Bhagat )

મિત્રતા