Posts

Showing posts from 2009

Don't be serious, be sincere (by Chetan Bhagat )

Speech by Chetan Bhagat at Symbiosis ---------------------------------------------------------------- Don’t just have career or academic goals. Set goals to give you a balanced, successful life. I use the word balanced before successful. Balanced means ensuring your health, relationships, mental peace are all in good order. There is no point of getting a promotion on the day of your breakup. There is no fun in driving a car if your back hurts. Shopping is not enjoyable if your mind is full of tensions. "Life is one of those races in nursery school where you have to run with a marble in a spoon kept in your mouth. If the marble falls, there is no point coming first. Same is with life where health and relationships are the marble. Your striving is only worth it if there is harmony in your life. Else, you may achieve the success, but this spark, this feeling of being excited and alive, will start to die. ………………. One thing about nurturing the spark - don't take life seriously. Lif...

પ્રેમ

પ્રેમ મા એક ગોટો નિકળ્યો, ધાર્યા કરતા બહુ મોટો નિકળ્યો, આખી દુનિયા સાથે એક્લે હાથે લડી લેત, પણ નસીબ એવા કે.. પોતાનો જ રુપિયો ખોટો નિકળ્યો…!!

સ્મશાન

♫ મ્રુત્યુ ના જતુ રહે ધ્યાન રાખુ છુ, મારા હર એક સ્વાસ ને સાવધાન રાખુ છુ, મારા અરમાનો ની હોળી કોઈ શુ કરશે? હ્રદય માં જ સળગતુ સ્મશાન રાખુ છુ.

----- પ્રશ્નો તો રહેવાના જ. --------

----- પ્રશ્નો તો રહેવાના જ. -------- સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે.. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!! ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

જીવન

સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો. એમાં બરાબર બસ્સો ગ્રામ સ્મિત ઉમેરો. આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનૂભુતી તથા પા લિટર સચ્ચાઇ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી તેમાં એટલાં જ વજન જેટલો આનંદ રેડીન ઠીક-ઠીક સમય સુધી વૈરાગ્યનાં ફ્રીજમાં રાખો. કલાક પછી ચોસલાં પાડીને શત્રુઓ તથા મિત્રોમાં વહેંચવા માંડો. આ સ્વાદીષ્ટ વાનગી નું નામ છે - "જીવન"

મહોબ્બત કરી નથી

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી, આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી. ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા ? મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી. આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં, આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી. સમણું છે એ કહો છો, તો માની લઇશ હું, મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી. એને કશું ન કહેશો ભલા, એનો વાંક ક્યાં ? એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

પ્રેમનો સથવારો

લઈ એક દીવાસળી ની આગ સુરજ સામે લડવા ચાલ્યો લઈ એક પાણીનું ટીપું સમુદરને ભીંજવવા ચાલ્યો લઈ ઉછીની પોપટની પાખોં આકાશને માપવા ચાલ્યો લઈ થોડો હવાનો સાથ વંટોળીયાને હરાવવા ચાલ્યો ……..છે હોશ…..મને હું..તો…………બસ લઈ એક પ્રેમનો સથવારો આ જગત ને પામવા ચાલ્યો............

દીકરો મારો લાડકવાયો

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો….. રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર, આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો મારો લાડકવાયો….. કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર, છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર, સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે. દીકરો મારો લાડકવાયો….. ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત, લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત, આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે. દીકરો મારો લાકડવાયો….. હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ, શમણે આવી વાત કરે છે રાજકુમારી કો'ક, રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે. દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો…..

પ્રેમ

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન? મુલાકાતની "કાળ"માં જ શરૂઆત થઇ હતી તમારી વાહવાહના સમ છે દોસ્તો રસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી અમે ધર્યો ખાલી ખોબો એમના તરફ તેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથી નજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય મારી ભેટ એના હાથને તો અડી હતી વર્ષો જૂની ઇચ્છા આજે પુરી થઇ મ્હારી એની સૂરતને કેમેરામાં કેદ કરી હતી જતી વેળા "આવજો" આગળ ન એક શબ્દ દિલમાં વણઉકેલ્યા સવાલોની કતાર છોડી હતી ..... !!!!!

આ દુનિયા

આ દુનિયામા હર કોઇને ગમતી વસતુ નથી મળતી.. મલવા ખાતર મલી જાય છે બધુ... મન ને શાતિ નથી મળતી.. કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે... પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી. જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી.. મનમા અવિરત તરવરતી હોય્ છે, એ આક્રુતિ નથી મળતી.. પ્રેમ મા મળી તો જતા હોય છે મન પણ, નસીબની રેખા નથી મળતી... ચાલી નીકળે છે બધા પ્રેમ ના માર્ગે પણ... દરેકને મન્જીલ નથી મળતી....

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2) આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની…. તારી આંખનો અફીણી…. પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી, પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી, તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો, ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો. તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની… તારી આંખનો અફીણી….

મન....

હજી હાલ જ એને નિચોવી, માંડ કોરું કરી તડકે સુકાવા મુક્યું'તું..... ને આ કોના નામનો વરસાદ ફરી ભીંજવી રહ્યો છે, મારા મનને?

ચાહત

હું ચાહું છું તને અને મને ચાહી શકવાની તારી અસમર્થતાને પણ !

ગુજરાતીઓ

જી :- ગજબ યૂ :- યાદ રહીજાય તેવા જે :- જક્કાસ ઍ :- અલ્ટિમેટ આર :- રાપ્ચિક ઍ :- એડવાન્સ ટી :- ટકાટક આઇ :- ઈન્ટેલીજન્ટ હવે ગુજરાતીમાં સાંભળ ગુ :- ગુચવી નાખે તેવા જ :- જબ્બર માઈન્ડ વાળા રા :- રાજ કરે એવા(બધાના દિલો પર) તી :- તીર જેવા ધારદાર. આને કહેવાય ઑરિજિનલ ગુજરાતીઓ

યાદ

સમય વહી જાય છે, જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે, આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે"

મિત્રતા

આભાર તારો કે આવી મિત્રતા આપી, આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી, દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે, પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી... કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને, મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી, નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે, આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી, હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના, તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......

હું એ ‘ખુશનસીબ’ને શોધવા આવ્યો છું..

હું શાયર દુનિયામાં પ્રેમને શોધવા આવ્યો છું, નથી ખબર મને શું છે પ્રેમ ફક્ત તેનો અણસાર લઈને આવ્યો છું, પ્રેમ થકી લાગણી ઘણી છે મને પણ બેવફાઓના નામ શોધવા આવ્યો છું, પ્યાર કોનો પૂરો થયો છે ? તેનો જવાબ લેવા આવ્યો છું, પ્યારનો પહેલો અક્ષર જ અધૂરો કેમ છે એ ‘અઘરો સવાલ’ લઈને આવ્યો છું, શું છે જિંદગી ? એની મને ખબર નથી પણ મોતની ખબર જાણવા આવ્યો છું, નસીબદારોને પ્રેમ મળે છે હું એ ‘ખુશનસીબ’ને શોધવા આવ્યો છું..

વલણ

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં, બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

ચા દાળ અને સાસુ

“ ચા બગડી એની સવાર બગડી . દાળ બગડી એનો દિવસ બગડ્યો , સાસુ બગડી એની જિંદગી બગડી .” આ ત્રણેયમાં ચકાચૌંધ કરીદે એવું સામ્યછે , ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે ! ઊકળવું એજ એમનો સંદેશ . ઊકળે નહિ ત્યાં સુધી જામેય નહિ . પરફોર્મન્સજના આપે . ઊકળેતોજ પરસનાલીટીમાં નિખાર આવે . નિખાર એટલે કેવો ? ચા ઊકળે તો લાલ થાય , દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો ... લાલપીળી થાય ! ( આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી !) એક સવાર બગાડે , બીજી દિવસ બગાડે , ત્રીજી જિંદગી બગાડે . ચા ની ચૂસકી , દાળનો સબડકો અને સાસુનો ફડકો ! આ ત્રણનું કોમ્બીનેશન જુઓ ! ત્રણેય સ્ત્રી જાતિ , અને સુધારવું – બગાડવું કો ના હાથમાં ! .

ખુશી

દુનિયામાં ખુશી એમને નથી મળતી, જે પોતાની શરતો પર જીંદગી જીવે છે. પરંતુ તેને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે. ...!!!!!!!!!!!!!